Shri Piparla Primary School
This is my school
Thursday, 25 September 2025
Saturday, 26 March 2016
ટાંચણી
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.
એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, " બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? " વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, " બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."
દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાય ગયુ છે દિકરાને પિતાની આ વાત ગળે ન ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઇ ગયા.
દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એમને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો. એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ, " તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? " વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.
દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે."
પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."
મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

Thursday, 10 March 2016
શું આપણી શાળા તો આવી નથી ને !!!
શું આપણી શાળા તો આવી નથી ને !!!
એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે,“મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”
રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !” પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ.” રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. “વાહ! વાહ! શું શિક્ષણ છે !” ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે “ હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “ અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો “ મહારાજ ! પંખીને મળ્યા?” રાજા પંડિતજીને કહે “ અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો ! બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !” કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે “આને એના ભવિષ્યની પડી જ નથી !” બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે “પંખી શિક્ષિત થયું!”

Labels:
શું આપણી શાળા તો આવી નથી ને !!!
Wednesday, 2 March 2016
blogni mulakate
KALPESH CHOTALIYA અહિ ક્લિક કરો
પ્રશાંત ગવાણિયાના બ્લોગ માટે અહી ક્લિક કરો
પુરણ ગોંડલિયાના બ્લોગ માટે અહી ક્લિક કરો
કે.જે.પરમારના બ્લોગ માટે અહી ક્લિક કરો .
ભાવેશ સુથારના બ્લોગ માટે અહી ક્લિક કરો
બળદેવપરીના બ્લોગ માટે અહી ક્લિક કરો.
શબ્દપ્રીત માટે અહી ક્લિક કરો
વિવેક જોશી માટે અહી ક્લિક કરો
એજ્યુ સફર માટે edusafar
rajeshparmar
viralshira
બાળમેળો

પત્ર ગુરૂજીને પહોંચે......
પત્ર ગુરૂજીને પહોંચે......
એક વિધાર્થીની શિક્ષકોને અરજી....
મને જ્ઞાન આપજો....... વિજ્ઞાન તો હું
વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે..... પરીક્ષા નહી.
શિક્ષક તેના નિરીક્ષણ (observation) માં જ મૂલ્યાંકન (evaluation) કરી શકે છે. તેના માટે પેપર સેટ કરવાની જરૂર પડતી નથી.
• વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે?
• કળીમાંથી ગુલાબ થાય એ પહેલા..... ગુલાબનો છોડ.....એ કળીને.... એક પણ
સવાલ પૂછતો નથી.
• ચકલીઓના બચ્ચાઓ.... માળામાંથી પહેલી વાર ઉડે.... એ પહેલા કઈ પ્રવેશ
પરીક્ષા (entrance exam) આપે છે?
• અરે, જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય.... ત્યારે તેઓ માળામાં
ગોંધાઈ રહેતા નથી.
તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશને જુએ છે....
જમીનને નહિ.
પપ્પા કહે છે.... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથાને જોઈ જ નથી.
મેં તો ફક્ત શિક્ષકોને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ
હોય...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટરથી દર્દીની સારવારમાં કોઈ ભૂલ થાય..... અને દર્દી મૃત્યુ પામે
તો તમે તેને તબીબી બેદરકારી (medical negligence) કહો છો. તો પછી..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન
ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક બેદરકારી (educational
negligence) કેમ ન કેહવાય?
તબીબી બેદરકારી (medical negligence) થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. શૈક્ષણિક બેદરકારી (educational negligence)થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ
પીરીયડની મિનિટ દેશનું ભવિષ્ય બદલી શકે છે. આ વાતની તમને તો ખબર જ હશે ને!!!
પ્રિય શિક્ષકો...... મને માહિતી (information)
અને જ્ઞાન (knowledge)
વચ્ચેનો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો
પડશે. પાઠ્યપુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઝીંદગી કેમ જીવવી એના
વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજના કોયડાઓ કેમ ઉકેલવા..... એવું તો ગણિતમાં એકેય ઉદાહરણ
જ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ.... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત-વિજ્ઞાનની
ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ લકવાગ્રસ્ત સમાજ (paralyzed
society) ના ખરાબ વ્રણ (bed sore) અમારે વિદ્યાર્થીઓને જોવા ન પડત.
ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો.... મારે ફક્ત એ નથી જાણવું. મારે એ પણ
જાણવું છે કે ગ્લાસ નું અડધું પાણી ક્યાં
ગયું હોઈ શકે? ગ્લાસ રહેલા પાણી રચના (composition) શું છે? ગ્લાસ શેનો બનેલો છે? ગ્લાસ અને પાણી સંબંધ શું?
મારી બાળ સહજ નિર્દોષતાનું બાષ્પીભવન કરે..... મારે એવો શિક્ષક નથી
જોઈતો.
જે મારામાં રોજ નવી કુતુહલતાનું સિંચન કરે.... મારે એવો શિક્ષક જોઈએ
છે.
મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય.મારામાં જે સવાલો ઉભા કરે
એવો શિક્ષક જોઈએ છે.
જો ૧૮ વર્ષની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો (શારીરિક પુખ્તતાની વાત કરું
છું... માનસિક નહિ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે...... (અરે બુદ્ધિશાળી
લોકો.... મત આપી આપીને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો છો ને!) તો પછી અમને વિધાર્થીઓને અમારી પસંદના
શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી?
૩૫/૪૫/૬૦/૧૨૦ મિનિટના પીરીયડમાં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બળાત્કાર
થાય.... એ આ દેશની સરકારને મંજુર હશે. અમે દેશનું ભવિષ્ય છીએ, દેશના ભવિષ્યને આ મંજુર નથી. સમાજના
માપદંડો મારા ખભ્ભા ઉપર લાદીને.... મને અપાહિજ ન બનાવતા. વાલીઓની સાથે સાથે....
પ્રિય શિક્ષકો.... તમને પણ કહું છું.......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ
રાખજો. તમારી અપેક્ષાઓનું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો
નહિ. વર્ગખંડમાં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપીને.... મારી આંખોને બગાડશો નહિ.
મારી આંખોને.... આંખોમાં સમાય નહિ.... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણનું સ્વપ્ન.
નીચે પડવાનો ડર... મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે.
મને તમારી ઝીંદગીની નિરાશાઓના સ્પંદનો
(vibrations) ભૂલે ચુકે પણ
આપતા નહિ. મારે હકારાત્મકતા (positivity) જોઈએ છે.
ટુથ પેસ્ટની ટ્યુબમાંથી બહાર નીકળેલી
ટુથપેસ્ટને.... ફરી પાછી.....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું
શીખવું નથી. ૧૦ cc ની syringe માં ભરી.... એ બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી અંદર નાંખી જ
શકાય.... મારે એવું શીખવું છે.
અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે
ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે.... ભારત નિર્માણ માં. શિક્ષકો.... તમે મને
કરેલી સારી કે ખરાબ દરેક વાત... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈનો ચેહરો જોતો હોવ તો એ એક સારા શિક્ષકનો
છે. તમારી વાતો.... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ.... મારો પણ અભિગમ બનશે.
પ્રાર્થના કરું છું.....
મારા મમ્મી- પપ્પાએ મને સોંપ્યો છે તમને....એવી ઉંમર માં....
જયારે હું વળી શકું છું....
કોઈ પણ દિશા માં..........
ઢળી શકું છું... કોઈ પણ આકાર માં.
પ્રિય શિક્ષકો.... તમે માળી છો....
ઈશ્વરે ઉગાડેલા બગીચાની તમે
કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ..... એનું ધ્યાન રાખશો ને? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચામાં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને
વિનંતી કરું છું. મને શિક્ષણનો માર કે દફતરનો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ
આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. સત્ય બોલવું સૌથી સહેલું છે.
મને એ જ ગમશે. ભારતના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. મારી આંખોમાં આંસુ આવે તો
મને ફક્ત રૂમાલ ન આપશો..... એ આંસુઓ શું કામ આવ્યા છે? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.
મેં સાંભળ્યું છે.... શિક્ષકના શર્ટને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષકના
પેન્ટને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. શિક્ષકની મુઠ્ઠી ક્યારેય બંધ
નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ
વાળો હાથ જ શિક્ષકનો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકારની ભાવના લઇને જનમ્યા હશો, અને ખરેખર ભાગ્ય શાળી હશો...... તો જ
મારા શિક્ષક હશો...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની
પદવી બહુ આસાનીથી કોઈને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો.
શિક્ષકના ચોકની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે
છે..... અને શિક્ષક દેશ બનાવે છે.
પ્રિય શિક્ષકો..... તમે દેશનું સૌથી મોટું નિવેશ (investment) છો. કાળા પાટિયા પર સફેદ ચોકથી લખતાં
હાથ આ દેશનો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ...... બનાવી પણ શકે છે. સમાજવિદ્યામાં આવતો
ઇતિહાસ બદલી શકાય છે..... વિધાર્થીઓ તૈયાર છે.... ઇતિહાસ બદલવા.
|
NARESHBHAI H PANDYA, PRINCIPAL OF PIPARLA PRIMARY
SCHOOL,DATE-12.02.2016
|
Friday, 26 February 2016
Subscribe to:
Comments (Atom)